આવો જો
aawo jo
આવડી ને તેવડી, મારા મો’લની પરસાળું જો;
હરિ, સૂનાં તે ઝરૂખડા ખાવા દોડતા.
આભલે જાતી મો’લુંની અટારી જો;
હરિ, ન્યાંથી રે છ યે દશું નજરે પડે.
શિયાળે સખી, શીત શરીરે વાય જો;
હરિ, હાડુમાં વાગે રે શીળી લેરખી.
સમી સાંજુના હરિ, મારે મો’લે આવો જો;
આવો તો આલું રે ખારેક ટોપરાં.
આલીશ, આલીશ બદામ ને એલચડી જો;
હરિ, ઉપર રે આલીશ લાડુડી મગસની.
આવડી ને તેવડી.....
ઉનાળે હરિ, વરસે લૂ અંબાર જો;
હરિ, અગન-મલોખે આંખલ઼ડી હું આંજતી.
ખરે બપોરે હરિ, મારે મો’લે આવો જો;
આવો તો પીવરાવું સાકર શેલડી.
આલીશ, આલીશ, વરિયાળીનાં શરબત જો;
હરિ, ઉપર રે આલીશ માખણ મટુકડી.
આવડી ને તેવડી......
ચોમાસાની હેલી હાય વણથંભી જો;
હરિ, મોરલિયા ટહૂકે, ને ઝૂરૂં એકલડી.
નમતા પો’રે હરિ, મારે મો’લે આવો જો;
આવો તો રમિયે માણેક સોગઠે.
કરીએ આપણ પ્રીત તણી બે વાતું જો;
હરિ, આવો તે અવસર ફેર નઈં મળે.
આવડી ને તેવડી......
aawDi ne tewDi, mara mo’lani parsalun jo;
hari, sunan te jharukhDa khawa doDta
abhle jati mo’lunni atari jo;
hari, nyanthi re chh ye dashun najre paDe
shiyale sakhi, sheet sharire way jo;
hari, haDuman wage re shili lerkhi
sami sanjuna hari, mare mo’le aawo jo;
awo to alun re kharek topran
alish, alish badam ne elachDi jo;
hari, upar re alish laDuDi magasni
awDi ne tewDi
unale hari, warse lu ambar jo;
hari, agan malokhe ankhalDi hun anjti
khare bapore hari, mare mo’le aawo jo;
awo to piwrawun sakar shelDi
alish, alish, wariyalinan sharbat jo;
hari, upar re alish makhan matukDi
awDi ne tewDi
chomasani heli hay wanthambhi jo;
hari, moraliya tahuke, ne jhurun ekalDi
namta po’re hari, mare mo’le aawo jo;
awo to ramiye manek sogthe
kariye aapan preet tani be watun jo;
hari, aawo te awsar pher nain male
awDi ne tewDi
aawDi ne tewDi, mara mo’lani parsalun jo;
hari, sunan te jharukhDa khawa doDta
abhle jati mo’lunni atari jo;
hari, nyanthi re chh ye dashun najre paDe
shiyale sakhi, sheet sharire way jo;
hari, haDuman wage re shili lerkhi
sami sanjuna hari, mare mo’le aawo jo;
awo to alun re kharek topran
alish, alish badam ne elachDi jo;
hari, upar re alish laDuDi magasni
awDi ne tewDi
unale hari, warse lu ambar jo;
hari, agan malokhe ankhalDi hun anjti
khare bapore hari, mare mo’le aawo jo;
awo to piwrawun sakar shelDi
alish, alish, wariyalinan sharbat jo;
hari, upar re alish makhan matukDi
awDi ne tewDi
chomasani heli hay wanthambhi jo;
hari, moraliya tahuke, ne jhurun ekalDi
namta po’re hari, mare mo’le aawo jo;
awo to ramiye manek sogthe
kariye aapan preet tani be watun jo;
hari, aawo te awsar pher nain male
awDi ne tewDi



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 230)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968