વિખનું જાળું
wikhanun jalun
સોના કેરું મારું બેડલું, મોહન વેણ વગાડે;
ઓ વા’લા, હીરલા ઉંઢાણી હાથ, મોહન વેણ વગાડે.
સરોવર પાણીડાં સંચર્યાં, મોહન વેણ વગાડે;
ઓ વા’લા, કાંઠડે ઊભો કા’ન, મોહન વેણ વગાડે.
કા’ને તે કાંકરી ચાળવી, મોહન વેણ વગાડે;
ઓ વા’લા, વાગી ઘડુલા માંય, મોહન વેણ વગાડે.
ઘડુલો ફૂટ્યો ને નીર વહી ગયાં, મોહન વેણ વગાડે;
ઓ વા’લા, ચોદશ ચાલ્યાં નીર, મોહન વેણ વગાડે.
સાસુ તે મારાં ખીજશે, મોહન વેણ વગાડે;
ઓ વા’લા નણદલ દેશે ગાળ, મોહન વેણ વગાડે.
દેરાણી જેઠાણી મેણાં બોલશે, મોહન વેણ વગાડે;
ઓ વા’લા પરણ્યો છે વિખનું જાળું મોહન વેણ વગાડે.
sona kerun marun beDalun, mohan wen wagaDe;
o wa’la, hirla unDhani hath, mohan wen wagaDe
sarowar paniDan sancharyan, mohan wen wagaDe;
o wa’la, kanthDe ubho ka’na, mohan wen wagaDe
ka’ne te kankri chalwi, mohan wen wagaDe;
o wa’la, wagi ghaDula manya, mohan wen wagaDe
ghaDulo phutyo ne neer wahi gayan, mohan wen wagaDe;
o wa’la, chodash chalyan neer, mohan wen wagaDe
sasu te maran khijshe, mohan wen wagaDe;
o wa’la nandal deshe gal, mohan wen wagaDe
derani jethani meinan bolshe, mohan wen wagaDe;
o wa’la paranyo chhe wikhanun jalun mohan wen wagaDe

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 126)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968