gopini winanti - Lokgeeto | RekhtaGujarati

ગોપીની વિનંતી

gopini winanti

ગોપીની વિનંતી

હાં રે, મથુરાના મો’લે મારે આવજો,

હાં રે, મુને અબળાને લાડ લડાવજો;

હાં રે, મથુરાના મો’લે મારે આવજો.

હાં રે, વા’લા, તમ વિના જઈ શું કરું?

હાં રે, વીખડા તે ખાઈને હું મરું :

હાં રે, મથુરાના મો’લે મારે આવજો.

હાં રે, વન જાતાં તે સંશેય સૌ કરે,

હાં રે ગાયો તો કૃષ્ણ કઈ ભાંભરે;

હાં રે, મથુરાના મો’લે મારે આવજો.

હાં રે, ગોપી વ્યાકુળ થઈને વનમાં ફરે,

હાં રે, એને નેણે તો અસાડો મે ઝરે;

હાં રે, મથુરાના મો’લે મારે આવજો.

હાં રે, ભેટ્યો કાનુડો ને પામી હું સુખડાં,

હાં રે, વા’લા, તમ દરશને જાય એમ દુ:ખડા;

હાં રે, મથુરાના મો’લે મારે આવજો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 292)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968