tun nay raway bena - Lokgeeto | RekhtaGujarati

તુન નાય રવાય બેના

tun nay raway bena

તુન નાય રવાય બેના

તુન નાય રવાય બેના એતીકા રોજેવાને,

ઓલેકા દૂઉવા બેના તુન નાય ગોમરીવાને.

ડોગહા ઝાડીવા બેના તુન નાય ગોમરીવાને,

હાતકા ભાર્યો વા બેના હાતકા ભાર્યોવાને,

તુંયે નાય દેખીઓવા બેનાતુયે નાય દેખીયોવાને,

રોવાય તે રોજે વા બેના એતીકા રોજેવાને,

રાનકા જાહેવા બેના એખલી જાજેવાને,

હાંગાતી જોડીવા બેના, છોડીકા દેનીવાને,

એખલી પોળીવા, બેના, એખલી પોળીવાને,

ઓલહો વિસ્તાર બેના, તુન નાય એનેવાને,

વાગ દેખહે વા બેના બીક લાગી વાને,

ઓલે છેટવા બેના તુન નાય રોવાયવાને.

રસપ્રદ તથ્યો

(લગ્નમાં ગમે ત્યારે)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963