mari waDiman ringni - Lokgeeto | RekhtaGujarati

મારી વાડીમાં રીંગણી

mari waDiman ringni

મારી વાડીમાં રીંગણી

મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ! ...ઝુલણ વણજારી....(2)

મેં ખોબલે ખોબલે પાણીડાં છાંટ્યાં, હો રાજ! .....ઝુલણ.

મારી વાડીમાં ડુંગળી વાવી, હો રાજ! .....ઝુલણ.

મેં ખોબલે ખોબલે પાણીડાં છાંટ્યાં, હો રાજ! .....ઝુલણ.

મારી વાડીમાં મેથી વાવી, હો રાજ! .....ઝુલણ.

મારી વાડીમાં ધાણા છાંટ્યા, હો રાજ! .....ઝુલણ.

મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ! .....ઝુલણ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963