ubha thaiye - Laghukavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊભા થઈએ

તો

છાપરું અડે

લાંબા થઈએ

તો

ભીંતડું

તોય

કાઢી નાખ્યો જનમારો

સાંકડમોકડ

દોહ્યલામાં કામ લાગી

માના પેટમાં મળેલી

ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022