jiwanbhar rahyun chhe - Laghukavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવનભર રહ્યું છે

jiwanbhar rahyun chhe

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
જીવનભર રહ્યું છે
વજેસિંહ પારગી

જીવનભર રહ્યું છે

કામ કામ ને કામ

તૂટી ગયું છે શરીર

કરી કરીને કામ

હવે તો

ચાલતા નથી હાથ અને પગ

ને હજી

માથે ઊભું છે

ટાળ્યું ટળે નહીં એવું

મરવાનું કામ

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022