tamara ujla wanthi - Laghukavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમારા ઊજળા વાનથી

tamara ujla wanthi

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
તમારા ઊજળા વાનથી
વજેસિંહ પારગી

તમારા ઊજળા વાનથી

હું માની નહીં લઉં

તમારી શ્રેષ્ઠતા

પ્રથમ તમે

મને પાડી બતાવો

મારા પડછાયા કરતાં

ઊજળો

તમારો પડછાયો

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022