nakki chhe - Laghukavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નક્કી છે

આજે નહીં તો કાલે

ડૂબવાનું છે

છતાં ભીડી છે હામ

તૂટેલા તરાપે તરવાની

ભલે ઘડી બે ઘડી

એક વાર તો હરાવવો છે

જહાજો ડુબાડતા દરિયાને

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022