ek bholo bhabho - Kavit | RekhtaGujarati

એક ભોળો ભાભો

ek bholo bhabho

દલપતરામ દલપતરામ
એક ભોળો ભાભો
દલપતરામ

(મનહર છંદ)

એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી,

હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે;

જંગલી જનાવરોને બહુ બીવરાવવાને,

થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;

એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો,

ભોળો ભાભો થાળી ઠોકી તેને બીવરાવે છે;

ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે,

ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008