unt kahe - Kavit | RekhtaGujarati

ઊંટ કહે

unt kahe

દલપતરામ દલપતરામ
ઊંટ કહે
દલપતરામ

(મનહર છંદ)

ઊંટ કહે સમામાં વાંકા અંગવાળાં ભૂંડાં,

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,

કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.

વારણની સુંઢ વાંકી વાઘના છે નખ વાંકા,

ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે;

સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ,

અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008