રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદોહરા
એક અડપલો છોકરો, જીવો જેનું નામ;
અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ.
કાગળ કાં લેખણ છરી, જે જે વસ્તુ જોય;
ઝાલે ઝુમી ઝડપથી, હીરા જેવી હોય.
ના ના કહી માને નહીં, કહ્યું ન ધારે કાન;
એને પણ દિન એકમાં, સર્વ વળી ગઈ સાન.
ડોસો ચસ્માં ડાબલી મેલી ચડીઆ માળ;
અતિ આનંદે અડપલે, તે લીધાં તત્કાળ.
ચશ્માં નાક ચડાવીઆં, ખાડાળાં જે ખૂબ;
ડાબલી લીધી દેખવા, ધારીને પગ ધુબ.
ઢીલું ન હતું ઢાંકણું, જબરૂ કીધું જોર;
ઉઘડતાં તે ઉછળ્યું, કીધો સોર બકોર.
આખા મોં ઉપર પડી, તેમાંથી તપખીર;
ફાંફાં મારે ફાંકડો, ધારી ન શક્યો ધીર.
ચશ્માં નાંખ્યાં ચોકમાં, છીંછી છીંકો ખાય;
થાક્યો તે થુ થુ કરી, જીવો રોતો જાય.
ચોળે ત્યાં તો ચો ગણો, આંખે અંધો થાય
ડોસે દીઠો દીકરો, ચશ્માંના ચુરાય.
ડોસે ડારો દઈ કહ્યું, હસવું તે થઈ હાણ;
લાડકડા એ લાગનો, જીવા છું તું જાણ.
ચશ્માં તો વસમાં થયાં, ડબીએ વાળ્યો ડાટ;
જીવે ફરીને જીવતાં, ઘડ્યો ન એવો ઘાટ.
dohra
ek aDaplo chhokro, jiwo jenun nam;
atishe karto aDaplan, jai bese je tham
kagal kan lekhan chhari, je je wastu joy;
jhale jhumi jhaDapthi, hira jewi hoy
na na kahi mane nahin, kahyun na dhare kan;
ene pan din ekman, sarw wali gai san
Doso chasman Dabli meli chaDia mal;
ati anande aDaple, te lidhan tatkal
chashman nak chaDawian, khaDalan je khoob;
Dabli lidhi dekhwa, dharine pag dhub
Dhilun na hatun Dhankanun, jabru kidhun jor;
ughaDtan te uchhalyun, kidho sor bakor
akha mon upar paDi, temanthi tapkhir;
phamphan mare phankDo, dhari na shakyo dheer
chashman nankhyan chokman, chhinchhi chhinko khay;
thakyo te thu thu kari, jiwo roto jay
chole tyan to cho gano, ankhe andho thay
Dose ditho dikro, chashmanna churay
Dose Daro dai kahyun, hasawun te thai han;
laDakDa e lagno, jiwa chhun tun jaan
chashman to wasman thayan, Dabiye walyo Dat;
jiwe pharine jiwtan, ghaDyo na ewo ghat
dohra
ek aDaplo chhokro, jiwo jenun nam;
atishe karto aDaplan, jai bese je tham
kagal kan lekhan chhari, je je wastu joy;
jhale jhumi jhaDapthi, hira jewi hoy
na na kahi mane nahin, kahyun na dhare kan;
ene pan din ekman, sarw wali gai san
Doso chasman Dabli meli chaDia mal;
ati anande aDaple, te lidhan tatkal
chashman nak chaDawian, khaDalan je khoob;
Dabli lidhi dekhwa, dharine pag dhub
Dhilun na hatun Dhankanun, jabru kidhun jor;
ughaDtan te uchhalyun, kidho sor bakor
akha mon upar paDi, temanthi tapkhir;
phamphan mare phankDo, dhari na shakyo dheer
chashman nankhyan chokman, chhinchhi chhinko khay;
thakyo te thu thu kari, jiwo roto jay
chole tyan to cho gano, ankhe andho thay
Dose ditho dikro, chashmanna churay
Dose Daro dai kahyun, hasawun te thai han;
laDakDa e lagno, jiwa chhun tun jaan
chashman to wasman thayan, Dabiye walyo Dat;
jiwe pharine jiwtan, ghaDyo na ewo ghat
સ્રોત
- પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 125)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2008