ilasmarak - Karun Prashasti | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લે થોભ આંહિં પલ સ્મારક માટ આજે

હૈયૂં કરી ફુલ સમૂં કરિયે વિચાર;

જો કે ખરી કુસુમ શી, પણ તૂં બિરાજે

મીઠી સુગન્ધ વહતી નકિ સ્વર્ગદ્વાર.

ત્યારે કંઈ દૃગ ભરી નિરખાય એવૂં

કો શિલ્પ ચિત્રમંહિં મૂર્ત સ્વરૂપ ત્હારૂં

રૂડૂં રચૂં તિમિરલોપક ચન્દ્ર જેવૂં,

જેથી હું શોક મમ અન્તરનો ઉતારૂં

ના ના નથી સરજવાં કંઈ મૂર્ત રૂપ,

છે બધી ક્ષણિક મોહક નેત્રલીલા:

હૈયામહીં અચલ રૂપ રહ્યૂં અનૂપ,

એને સદા ધરિશ હૂં સ્મૃતિમાંહિં ઈલા.

ને પદો ત્રુટક તેજવિહીન તો યે

કૂંળાં બે અન્તરોની પરિમલ મધુરી ફોરિ રહેશે સદા યે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931