kain jhalhal jhalhal jewun chhe, darwajo khol - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ

kain jhalhal jhalhal jewun chhe, darwajo khol

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
મનોજ ખંડેરિયા

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ

મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ

બ્હાર પવન સુસવાતો એમાં ઊડી જાશે

જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ

ખુલ્લાખમ આકાશ તળે બે શ્વાસ ભરી લે

ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ

તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?

કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી

લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ