શબ્દો વગરના કોઈ અવાચકનું મૌન છે.
તારી ઉદાસ આંખમાં ચાતકનું મૌન છે.
તૂટી જશે પળવારમાં લાંબુ નહીં ટકે;
જાણું છું એના હોઠ પર નાહકનું મૌન છે.
એવા પિતાને ધન્ય છે કે જેની ગોદમાં;
નવજાત એવા કોઈ એક બાળકનું મૌન છે.
ભાવક તો મૌન થાય છે વાંચ્યા પછી ગઝલ;
સર્જનની પૂર્વ ક્ષણના સર્જકનું મૌન છે.
એને તમે ક્યારેય પણ તોડી શકો નહીં;
એકાંત પી ગયેલા વિચારકનું મૌન છે.
shabdo wagarna koi awachakanun maun chhe
tari udas ankhman chatakanun maun chhe
tuti jashe palwarman lambu nahin take;
janun chhun ena hoth par nahakanun maun chhe
ewa pitane dhanya chhe ke jeni godman;
nawjat ewa koi ek balakanun maun chhe
bhawak to maun thay chhe wanchya pachhi gajhal;
sarjanni poorw kshanna sarjakanun maun chhe
ene tame kyarey pan toDi shako nahin;
ekant pi gayela wicharakanun maun chhe
shabdo wagarna koi awachakanun maun chhe
tari udas ankhman chatakanun maun chhe
tuti jashe palwarman lambu nahin take;
janun chhun ena hoth par nahakanun maun chhe
ewa pitane dhanya chhe ke jeni godman;
nawjat ewa koi ek balakanun maun chhe
bhawak to maun thay chhe wanchya pachhi gajhal;
sarjanni poorw kshanna sarjakanun maun chhe
ene tame kyarey pan toDi shako nahin;
ekant pi gayela wicharakanun maun chhe
સ્રોત
- પુસ્તક : સૂર્યનો સંદર્ભ (પૃષ્ઠ ક્રમાંક 41)
- સર્જક : સ્નેહલ જોષી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2010