wasantatilkaman haswanun ne mutkaribman raDwanun - Ghazals | RekhtaGujarati

વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું

wasantatilkaman haswanun ne mutkaribman raDwanun

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું
મુકુલ ચોક્સી

વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,

હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.

બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું?

હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું?

ભલે દુર્ભાગ્ય હોવાનું, છતાં સદભાગ્ય કહેવાનું,

કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.

અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,

વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001