waniman wahetun jharan maunman kuwo rakhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે

waniman wahetun jharan maunman kuwo rakhe

હેમંત ધોરડા હેમંત ધોરડા
વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે
હેમંત ધોરડા

વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે

તો જળમય છે સ્વયમ જે મને તરસ્યો રાખે.

લખે શબ્દ કે દોરે નહીં ચુપકીદી

કોરો રાખે મને હર હાલમાં કોરો રાખે.

મને વાળે કે વળવા દે રેખાઓમાં

રાખે પણ રંગમાં ક્યારેક તો આછો રાખે.

મારી આંખોમાં ઉદાસી બધી એણે આંજી

મારા સપનામાં મને જે સદા હસતો રાખે.

વીતી કે વીતે રાત શિયાળુ મારી

એની મુઠ્ઠીમાં હેમંતનો તડકો રાખે.

સ્રોત

  • પુસ્તક : અણસાર કેવળ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2000