wadli tuj yadni rate ja warsi gai hashe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાદળી તુજ યાદની રાતે જ વરસી ગઈ હશે

wadli tuj yadni rate ja warsi gai hashe

ઉર્વીશ વસાવડા ઉર્વીશ વસાવડા
વાદળી તુજ યાદની રાતે જ વરસી ગઈ હશે
ઉર્વીશ વસાવડા

વાદળી તુજ યાદની રાતે વરસી ગઈ હશે,

ફૂલચાદર આંગણાંમાં એટલે તો થઈ હશે.

આખી શેરીમાં ફૂલો મારા ઘર પાસે હતાં,

ચાતરીને મારું ઘર ખુશ્બૂ બીજે ક્યાં ગઈ હશે?

પોતપોતાના કેદી છે બધા લોકો અહીં,

પૂર્વગ્રહની બેડીઓ પગમાં બધાના રહી હશે.

પાર સમજણની તપસ્વી કોક તો રહેતો હશે,

લાગણી ત્યાં અપ્સરાનું રૂપ લઈને ગઈ હશે.

એક કાગળ કેટલાં વર્ષોથી હું વાંચ્યા કરું,

તોય લાગે નીતનવી એવી લિપિ કઈ હશે?

સ્રોત

  • પુસ્તક : પીંછાંનું ઘર (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : ઉર્વીશ વસાવડા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
  • વર્ષ : 2002