jhumwa lagi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝૂમવા લાગી

jhumwa lagi

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
ઝૂમવા લાગી
મનોહર ત્રિવેદી

શિશિરના પગરવે લો સ્તબ્ધતા ઝૂમવા લાગી

ફૂલાને ‘આવજો’ કહી રિક્તતાઓ ઝૂમવા લાગી

પણે વગડામાં સૂકાં પર્ણની સીટી વગાડીને

ચડી વૃક્ષોની ડાળો પર ખિઝાંઓ ઝૂમવા લાગી

છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે

સવારે ઘાસની આંખે દિશાઓ ઝૂમવા લાગી

તિમિરની મ્હેક લઈને સાંજ પણ આવી ઘરે મારે

તમારી યાદથી ત્યારે વ્યથાઓ ઝૂમવા લાગી

ત્વચા ઉપર ઊગેલા સ્પર્શને બેઠી વસન્તો ત્યાં

ટહુક્યું લોહી ને ધમની-શિરાઓ ઝૂમવા લાગી

સ્રોત

  • પુસ્તક : ફૂલની નૌકા લઈને (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : મનોહર ત્રિવેદી
  • પ્રકાશક : કુમકુમ પ્રકાશન
  • વર્ષ : 1981