e rite thoDighni ronak rahi - Ghazals | RekhtaGujarati

એ રીતે થોડીઘણી રોનક રહી

e rite thoDighni ronak rahi

હેમંત પુણેકર હેમંત પુણેકર
એ રીતે થોડીઘણી રોનક રહી
હેમંત પુણેકર

રીતે થોડીઘણી રોનક રહી

જિંદગી સાથે સતત ચકમક રહી

પગ પસારી બેસી ગઈ ઘરમાં વ્યથા

જો કદી આવી ખુશી, ઉભડક રહી

ટક્યા પણ કંઈ બદલી ના શક્યા

જેમની વૃત્તિ સ્થિતિસ્થાપક રહી

ફિટ બેઠા કોઈ દૃષ્ટિકોણમાં

જેમની દૃષ્ટિ બહુ વ્યાપક રહી

સંતુલન બારીક માગે છે ગઝલ

દર્દ કહેવાનું છે પણ રોચક રહી

સ્રોત

  • પુસ્તક : કાગળની નાવ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : હેમંત પુણેકર
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2022