khanse chhe wriddh phadhar e orDo judo chhe - Ghazals | RekhtaGujarati

ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે

khanse chhe wriddh phadhar e orDo judo chhe

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'
ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

ખાંસે છે વૃદ્ધ ફાધર ઓરડો જુદો છે,

બેસે છે ઘરના મેમ્બર ઓરડો જુદો છે.

એકેક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે

ઘરમાં છતાં બેઘર ઓરડો જુદો છે.

મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે

લાગે કદીક પળભર ઓરડો જુદો છે.

ઘરમાં જૂનું જે થાતું, બદલાઈ તરત જાતું

બદલાય ના તસુભર ઓરડો જુદો છે.

મૃત્યુ પછી પિતાના ખર્ચે કરી સજાવ્યો,

લાવ્યા ખરીદી ઈશ્વર ઓરડો જુદો છે.

સ્રોત

  • પુસ્તક : બેસ્ટ ઑફ મિસ્કીન (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013