thijela ek parwatne pigalwanun thayun pachhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

થીજેલા એક પર્વતને પીગળવાનું થયું પાછું

thijela ek parwatne pigalwanun thayun pachhun

અશોકપુરી ગોસ્વામી અશોકપુરી ગોસ્વામી
થીજેલા એક પર્વતને પીગળવાનું થયું પાછું
અશોકપુરી ગોસ્વામી

થીજેલા એક પર્વતને પીગળવાનું થયું પાછું,

ફરીથી રસ્તેથી નીકળવાનું થયું પાછું.

બુઝાવ્યો છે મને મેં કેટલાં વર્ષો વિત્યાં પહેલાં,

કઈ તૃષ્ણાના તણખાથી સળગવાનું થયું પાછું?

મને દરિયા તણું મોજું સમજશો તો સરળ પડશે,

ત્યજેલા કિનારાને વળગવાનું થયું પાછું.

સ્મરણની આંગળી પકડીને નીકળ્યું છે હઠીલું મન,

કશા કોઈ ખાસ કારણથી રઝળવાનું થયું પાછું.

શિરસ્તો છે અજબ પ્રેમનો સમજણ નથી પડતી,

સ્વયં જ્યાં જાતની સાથે ઝઘડવાનું થયું પાછું.

ગઝલ, વરસાદમાં કોરા રહ્યાનો વસવસો ના કર,

અહીં ઘરની ભીતર પણ, લ્યો, પલળવાનું થયું પાછું.

સ્રોત

  • પુસ્તક : અર્થાત્ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : અશોકપુરી ગોસ્વામી
  • પ્રકાશક : કવિલોક પ્રકાશન
  • વર્ષ : 1990