રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોફાની આ જગતને પૂછું છું, ના થાય સુધારો શા માટે?
છે નામનો જ્યારે નાશ, પછી એ નામનો ધારો શા માટે?
દિલ મારું દુભાવી પૂછો છો, એ ભેદને યારો શા માટે?
મેં કીધી નિછાવર ‘લીલા’ પર જીવનની બહારો શા માટે?
એ ભેદ હું દિલને પૂછું છું, એ ભેદ મને દિલ પૂછે છે,
કો' જાનનો દુશ્મન થઈને પણ છે પ્રાણથી પ્યારો શા માટે?
તોફાન, વમળ, મોજાં, એ તો જીવનની ખરેખર દુનિયા છે,
ઓ પ્રેમની નૌકાના નાવિક! શોધે છે કિનારો શા માટે?
તું મુજમાં છે, હું તુજમાં છું, આપસમાં નથી કૈં ભેદ પછી,
એ ‘હું’ નો હુંકારો શા માટે, એ ‘તું' નો તુંકારો શા માટે?
હા મારી મોહબ્બત સાચી છે, હા યાદ બરાબર તારી છે,
પણ કોઈ વખત થઈ જાયે છે ડગમગતા વિચારો શા માટે?
દિલ! યાદમાં ગુમ થઈ જા એની, ઘડીઓની ગણતરી દે છોડી,
કે વિરહ સમય સૌ સરખા છે, તો સાંજ-સવારો શા માટે ?
જે રીતે જીવન જીવું છું હું, એ રીતે મરી પણ જાણું છું,
જીવનનો સહારો કોઈ નથી, મૃત્યુનો સહારો શા માટે?
‘આસિમ’ એ હકીકત છાની છે, જાણીને તમે શું કરવાના?
હું મારી ગઝલમાં લાવું છું તાપીનો કિનારો શા માટે ?
phani aa jagatne puchhun chhun, na thay sudharo sha mate?
chhe namno jyare nash, pachhi e namno dharo sha mate?
dil marun dubhawi puchho chho, e bhedne yaro sha mate?
mein kidhi nichhawar ‘lila’ par jiwanni baharo sha mate?
e bhed hun dilne puchhun chhun, e bhed mane dil puchhe chhe,
ko janno dushman thaine pan chhe pranthi pyaro sha mate?
tophan, wamal, mojan, e to jiwanni kharekhar duniya chhe,
o premni naukana nawik! shodhe chhe kinaro sha mate?
tun mujman chhe, hun tujman chhun, apasman nathi kain bhed pachhi,
e ‘hun’ no hunkaro sha mate, e ‘tun no tunkaro sha mate?
ha mari mohabbat sachi chhe, ha yaad barabar tari chhe,
pan koi wakhat thai jaye chhe Dagamagta wicharo sha mate?
dil! yadman gum thai ja eni, ghaDioni ganatri de chhoDi,
ke wirah samay sau sarkha chhe, to sanj sawaro sha mate ?
je rite jiwan jiwun chhun hun, e rite mari pan janun chhun,
jiwanno saharo koi nathi, mrityuno saharo sha mate?
‘asim’ e hakikat chhani chhe, janine tame shun karwana?
hun mari gajhalman lawun chhun tapino kinaro sha mate ?

સ્રોત
- પુસ્તક : ‘આસીમ’ રાંદેરીની ચૂંટેલી ગઝલો ‘લીલાયન’ (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : હરજીવન દાફડા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022