premno dariyo tarvaane - Ghazals | RekhtaGujarati

પ્રેમનો દરિયો તરવાને

premno dariyo tarvaane

તૌફિક 'પ્રીતમ' તૌફિક 'પ્રીતમ'
પ્રેમનો દરિયો તરવાને
તૌફિક 'પ્રીતમ'

કારણ કોઈ તો હોય છે, મિત્રો! કાર્ય જગતમાં કરવાને!

અમને ગઝલની ભૂમિ ગમી છે, દર્દ-છબી ચીતરવાને!

હીરાકણી હીરા કાપે છે, સોમલ ઝેરનું મારણ છે;

તારી યાદ ગઝલમાં વણું છું, તારી યાદ વીસ૨વાને!

મારા મન-મંદિરની દેવી! અશ્રુ-કમળ સ્વીકાર કરો;

નયન સરોવરથી લાવ્યો છું, આપનાં ચરણે ધરવાને!

બાહુ-બળની વાત કરજે, મનની શક્તિ જોઈએ છે;

પ્રેમને દરિયે હે પડનારા! પ્રેમનો દરિયો તરવાને!

વિરહની રાતે આભના તારા, ગણનારા જરા નૈનમાં જો,

કેટલા તારા ચળકી રહ્યા છે, આકાશે ખરવાને!

શ્રાવણ-ભાદરવા કેરી, હે રાહ નીરખનારા વાદળ!

ઋતુ મારા નૈનનની ગમી છે, શ્રાવણ-ભાદરવાને!

જઈને કોઈ તો લઈ આવો, પેલી ક્ષિતિજને પાર હશે,

કેટલી ઘડીઓ વીતી ગઈ છે, આભથી ચંદ્ર ઊતરવાને!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ