mari hasti mari pachhal e rite wisrai gai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ

mari hasti mari pachhal e rite wisrai gai

ઓજસ પાલનપુરી ઓજસ પાલનપુરી
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ રીતે વિસરાઈ ગઈ;

આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,

ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,

પ્રેમનો ઉત્કર્ષ થાતાં ભાવના બદલાઈ ગઈ.

આત્મા પરમાત્માને, દેહ માટીને દીધું,

જે મતા જેની હતી એને બધી સોંપાઈ ગઈ.

ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,

ખુદ કજા મારો ધસારો જોઈને ગભરાઈ ગઈ.

વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,

મરણના મુખ મહીં પણ જિંદગી જીવાઈ ગઈ.

મુજને ‘ઓજસ’ના સ્વરૂપે જગત જોતું રહ્યું,

આંખ સૌની ‘એને’ ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1996