jati wela - Ghazals | RekhtaGujarati

જતી વેળા

jati wela

જવાહર બક્ષી જવાહર બક્ષી

બરફનો પ્હાડ થઈ મારા પર વહી જાજે

હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી શકે

તો આવ હોઠ સુધી... શબ્દ થઈ ઊડી જાજે

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી

હું ગૂંગળાઉં નહીં રીતે વહી જાજે

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ

જવું હોય તો હમણાં નીકળી જાજે

જવું હોય તો રોકી શકે છે કોણ તને?

હું તો અહીં હઈશ, આવ તો મળી જાજે

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999