hriday bag bag chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હૃદય બાગ-બાગ છે

hriday bag bag chhe

ઓજસ પાલનપુરી ઓજસ પાલનપુરી
હૃદય બાગ-બાગ છે
ઓજસ પાલનપુરી

અંતરમાં રાગ છે ને નયનમાં વિરાગ છે,

‘ઓજસ’ દોરંગી દુનિયા પ્રણયનો દિમાગ છે.

વિરહી હૃદય મિલનમાં વિચારે છે વાત,

મરવાને માટે હમણાં બહુ સારો લાગ છે.

મૌન મારું જોઈને ભૂલો ન, દોસ્તો!

આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.

સંપૂર્ણતાએ પ્હોંચી નથી ત્યાગ-ભાવના,

વૈરાગ્ય પર હૃદયને અત્યારેય રાગ છે.

પાલવનો છાંયડો હો કે મૃત્યુની ગોદ હો,

બળતા હૃદયને એક શીતળતાની આગ છે.

‘ઓજસ’, આજ મારી કને હોવા જોઈએ,

નહિતર શું વાત છે કે હૃદય બાગબાગ છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4