ena gaya pachhi - Ghazals | RekhtaGujarati

એના ગયા પછી

ena gaya pachhi

દિગંત પરીખ દિગંત પરીખ
એના ગયા પછી
દિગંત પરીખ

પાંપણોને કોઈ સમજાવે નહીં

પાંપણોમાં ઊંઘ પણ આવે નહીં

ભીંત પર એવી સફેદી જોઉં છું

આંખ કોઈ દૃશ્ય લટકાવે નહીં

ત્યાં ફૂટેલી માટલી કોને ખબર?

આંસુઓનાં બુંદ છલકાવે નહીં

રાખ ચૂલા પર હજી ઊડ્યા કરે

પણ હવાને કોઈ સળગાવે નહીં

સૂપડામાં શબ્દ વેરણછે’ર છે

હીંચકો પણ ગીત સંભળાવે નહીં

આંગણું ‘દિગન્ત’ જેવું થઈ ગયું

કોઈનાં પગલાઓ ઉપસાવે નહીં

સ્રોત

  • પુસ્તક : વર્તુળને ખૂણે ખૂણે (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : દિગન્ત પરીખ
  • પ્રકાશક : હલક પ્રકાશન
  • વર્ષ : 1996