રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆંખોની સાથે સાથે ફરકતો નથી હવે,
આ અંધકાર કાંઈ સમજતો નથી હવે.
મારા સ્વરૂપને ય ક્ષીતિજો રહે નહીં,
તારી નજરનો સૂર્ય તો ઉગતો નથી હવે.
વાતાવરણમાં એટલી જગ્યા નથી રહી,
નિઃશ્વાસ દિલની બ્હાર નીકળતો નથી હવે.
મોટેથી બોલવા સમું અંતર રહી ગયું,
પડઘો તો કોઈ વાતનો પડતો નથી હવે.
સ્વપ્નોના ધોમ તાપમાં આંખોનો છાંયડો,
પગરવની આસપાસ ભટકતો નથી હવે.
પ્હોંચ્યો મુકામ પર કે ગુમાઈ ગયો નકાબ,
રસ્તામાં તો એ કોઈને મળતો નથી હવે.
ankhoni sathe sathe pharakto nathi hwe,
a andhkar kani samajto nathi hwe
mara swrupne ya kshitijo rahe nahin,
tari najarno surya to ugto nathi hwe
watawaranman etli jagya nathi rahi,
nishwas dilni bhaar nikalto nathi hwe
motethi bolwa samun antar rahi gayun,
paDgho to koi watno paDto nathi hwe
swapnona dhom tapman ankhono chhanyDo,
pagarawni asapas bhatakto nathi hwe
phonchyo mukam par ke gumai gayo nakab,
rastaman to e koine malto nathi hwe
ankhoni sathe sathe pharakto nathi hwe,
a andhkar kani samajto nathi hwe
mara swrupne ya kshitijo rahe nahin,
tari najarno surya to ugto nathi hwe
watawaranman etli jagya nathi rahi,
nishwas dilni bhaar nikalto nathi hwe
motethi bolwa samun antar rahi gayun,
paDgho to koi watno paDto nathi hwe
swapnona dhom tapman ankhono chhanyDo,
pagarawni asapas bhatakto nathi hwe
phonchyo mukam par ke gumai gayo nakab,
rastaman to e koine malto nathi hwe
સ્રોત
- પુસ્તક : સાનિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 79)
- સર્જક : સતીષ ‘નકાબ’
- પ્રકાશક : સુમન પ્રકાશન
- વર્ષ : 1988