akhre tuti gaya shankana sau upwas, hash! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!

akhre tuti gaya shankana sau upwas, hash!

અનિલ ચાવડા અનિલ ચાવડા
આખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!
અનિલ ચાવડા

આખરે તૂટી ગયા શંકાના સૌ ઉપવાસ, હાશ!

મારી શ્રદ્ધા ધીમે ધીમે લેતી થઈ ગઈ શ્વાસ, હાશ!

ભીની કેડી પર જતાં પગલાં થવાનો ભય હતો,

પણ હવે એની ઉપર ઊગી ગયું છે ઘાસ, હાશ!

સાંજના રંગને જોવામાં હતા તલ્લીન સૌ,

કોઈ જાણી ના શક્યું કે હું હતો ઉદાસ, હાશ!

જે ક્ષણો જોવી ન્હોતી ક્ષણો સામી મળી,

વખતે વીજળી ગઈ, ના રહ્યો અજવાસ, હાશ!

આંખ વરસી તો હ્રદયની ભોંય પણ ભીની થઈ.

પોચી માટીમાં હવે પાડી શકાશે ચાસ, હાશ!

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - જુલાઈ, 2021 (પૃષ્ઠ ક્રમાંક 13)