shwasmanthi sanchri ne ankhmanthi nitri - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી

shwasmanthi sanchri ne ankhmanthi nitri

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી
મુકુલ ચોક્સી

શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી,

એટલે તું કૌંસમાં પારેવું અથવા જળપરી.

જે લખાવાની હજુ બાકી છે તે કંકોતરી,

એટલે તું કૌંસમાં એક વેદના આગોતરી.

આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા,

એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી.

થડથી આગળ જાય તો પણ થડ વગર ચાલે નહીં,

એટલે તું કૌંસમાં ડાળી અને ફૂલપાંતરી.

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001