piDa - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તને ક્યારેય સમજાશે નહીં મારી સખત પીડા;

જનમતાંવેંત મળતી હોય છે વર્ણગત પીડા.

અગર જો હોત બે-ચાર તો સ્વીકાર પણ કરતો,

અહીં તો ઉમ્રભર મળતી રહી વખતોવખત પીડા.

કદી અશ્રુ બની વ્હેતી, કદી લોહી બની વ્હેતી,

રમે મરજી મુજબ મારા જીવનમાં હૈં રમત પીડા.

સદીઓની પીડાનો હવે વિસ્તાર છે એવો,

હું લખવા બેસું છું તો માત્ર લખવાની સતત ‘પીડા’.

મને શબ્દનો આધાર જો ‘બેદિલ’ મળ્યો ના હોત,

કઈ રીતે હું મારા પૂર્વજોની લખત પીડા.

સ્રોત

  • પુસ્તક : ડાળખીથી સાવ છૂટાં (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : અશોક ચાવડા ‘બેદિલ’
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012