છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી
chhe prayatnrat sahu te chhatan aa savaar kem thatii nathii
હર્ષવી પટેલ
Harshavi Patel
છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી
chhe prayatnrat sahu te chhatan aa savaar kem thatii nathii
હર્ષવી પટેલ
Harshavi Patel
છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી!
કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી?
ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી?
બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશ્બુઓ
અને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી?
ખુશી સ્વાંગ બદલીને જે રીતે સદા વેદના બની જાય છે
કદી રૂપ બદલી, મનોવ્યથા તું કરાર કેમ થતી નથી?
મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં
એ રઝળવું કેમ બની જતી એ લટાર કેમ થતી નથી?
કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?
સ્રોત
- પુસ્તક : તારી ન હો એ વાતો (પૃષ્ઠ ક્રમાંક 33)
- સર્જક : હર્ષવી પટેલ
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2024