paglan sunghto - Ghazals | RekhtaGujarati

પગલાં સૂંઘતો

paglan sunghto

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
પગલાં સૂંઘતો
દીપક બારડોલીકર

આવ્યો પગલાં સૂંઘતો પરદેશમાં

યાદનો એક કાફલો પરદેશમાં

છે હજી ખ્યાલોમાં કોઈનું લલાટ

છે હજી એક ચાંદલો પરદેશમાં

પ્રેમ પણ થીજીને થીકરાઈ ગયો

હું ફરું છું એકલો પરદેશમાં

હોય છે દિવસે અમને હોશ પણ

સાંજે ફફડે હંસલો પરદેશમાં

બર્ફવર્ષા થૈ ચે એવી મ્હેરબાન

દીઠો ઊજળો કાગડો પરદેશમાં

દોસ્ત, તું પહેરી લે ઝભ્ભો ધર્મનો

લૂટનો છે લાડવો પરદેશમાં

બેઈમાની યાદ આવી ગૈ ફરી

બેઈમાનો સેંકડો પરદેશમાં

કોઈને શું કામ ‘દીપક’ ખુદ મને

હું રહ્યો છું ઢૂંઢતો પરદેશમાં

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007