male na male - Ghazals | RekhtaGujarati

મળે ન મળે

male na male

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
મળે ન મળે
આદિલ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે મળે,

ફરી દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી માટીની ભીની અસર મળે મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,

હસતા ચ્હેરા; મીઠી નજર મળે મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી શ્હેર, ગલીઓ, ઘર મળે મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

પછી કોઈને કોઈની કબર મળે મળે.

વળાવા આવ્યા છે ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ હમસફર મળે મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,

અરે ધૂળ પછી ઉમ્રભર મળે મળે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004