kyan chhe? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યાં છે?

kyan chhe?

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
ક્યાં છે?
ઉદયન ઠક્કર

કવિતાઓ કરે છે પંખીઓ, તો પણ કવિ ક્યાં છે?

ટહુકાઓની નીચે નામ, સરનામું, સહી ક્યાં છે?

દિશાભૂલ્યા ચરણ, પાછા જવાની તક ગઈ ક્યાં છે?

કે સંધ્યા આથમી રહી છે, પરંતુ આથમી ક્યાં છે?

ઉકેલી એને, રાતા થઈ ગયા છે ફૂલના ચ્હેરા

ને હું ગોત્યા કરું કે એમની ચિઠ્ઠી ગઈ ક્યાં છે?

ઘરે બેસું તો સંભળાયા કરે છે સાદ વગડાનો

ને વગડામાં જઈને થાય, ઘરની ઓસરી ક્યાં છે?

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999