mane lagi rahyun chhe thai rahyo chhun warta jewo - Ghazals | RekhtaGujarati

મને લાગી રહ્યું છે થઈ રહ્યો છું વારતા જેવો

mane lagi rahyun chhe thai rahyo chhun warta jewo

રશીદ મીર રશીદ મીર
મને લાગી રહ્યું છે થઈ રહ્યો છું વારતા જેવો
રશીદ મીર

મને લાગી રહ્યું છે થઈ રહ્યો છું વારતા જેવો,

હવે શોધી રહ્યા છે અંત કોઈ કથા જેવો.

પ્રસંગો આમ તો સુખના ઘણા આવ્યા’તા જીવનમાં,

મને એકેયમાં આનંદ ના આવ્યો વ્યથા જેવો.

ચડે છે રાતભર વ્હેલી સવારે ઓસરી ચાલે,

રહે છે પ્રેમનો ઉન્માદ પણ અંતે નશા જેવો.

પ્રણયપંથે વિહરનારા પ્રવાસીનો ખુદાહાફિઝ,

બધાને થાય છે ક્યારે અનુભવ આપણા જેવો.

દુવાઓ ના ફળી પણ ‘મીર’ સધિયારો ઓછો છે?

હતો જોકે ભરોસો મારી પાસે પણ ખુદા જેવો.

સ્રોત

  • પુસ્તક : અધખૂલાં દ્વાર (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સર્જક : રશીદ મીર
  • પ્રકાશક : ધબક પ્રકાશન
  • વર્ષ : 1998