રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું, અનહદ અપાર વરસે!
ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે!
ભીંજાઉં, ન્હાઉં, ડૂબું, આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળો ય સાર વરસે!
હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે.
છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂર ને ઘુઘવતો એવો ખુમાર વરસે.
aa dhodhmar warse, chomer dhaar warse,
hun ketlunk jhilun, anhad apar warse!
na shrawni ashaDhi warsadna diwasman,
e to akal amastun bas warwar warse!
bhinjaun, nhaun, Dubun, aaghe tanaun ewun,
a nehna gaganno saghlo ya sar warse!
ha jo kahun to warse, na pan kahun to warse,
kain na kahun to aawi aawi dharar warse
chhalki jaway ewun ke chhol thai jawatun,
gheghur ne ghughawto ewo khumar warse
aa dhodhmar warse, chomer dhaar warse,
hun ketlunk jhilun, anhad apar warse!
na shrawni ashaDhi warsadna diwasman,
e to akal amastun bas warwar warse!
bhinjaun, nhaun, Dubun, aaghe tanaun ewun,
a nehna gaganno saghlo ya sar warse!
ha jo kahun to warse, na pan kahun to warse,
kain na kahun to aawi aawi dharar warse
chhalki jaway ewun ke chhol thai jawatun,
gheghur ne ghughawto ewo khumar warse
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 394)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004