warsadman - Ghazals | RekhtaGujarati

વાહ, શી જાદુગરી વરસાદમાં

ઝરણુંયે લાગે નદી વરસાદમાં

એમ હસતી રહી વરસાદમાં

જાણે કી જલપરી વરસાદમાં

ભીંજવે છે સાંવરી વરસાદમાં

જિંદગી છે જિંદગી વરસાદમાં

હુંય જળબંબોળ-શો ફરતો હતો

એય પલળી ગૈ હતી વરસાદમાં

મારું ઘર પણ ક્યાં સલામત છે હવે

એનીયે ડૂબી ગલી વરસાદમાં

કાપલી ‘દીપક’ જે ખોવાઈ હતી

વોકળે તરતી મળી વરસાદમાં

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007