rasto nathi, hun koina paglani chhap chhun - Ghazals | RekhtaGujarati

રસ્તો નથી, હું કોઈનાં પગલાંની છાપ છું

rasto nathi, hun koina paglani chhap chhun

વંચિત કુકમાવાલા વંચિત કુકમાવાલા
રસ્તો નથી, હું કોઈનાં પગલાંની છાપ છું
વંચિત કુકમાવાલા

રસ્તો નથી, હું કોઈનાં પગલાંની છાપ છું;

હું થાક, થોડો થાક છું તો પણ અમાપ છું!

હું એકસરખો હોઉં છું સૌમાં ઘડીકભર.

મૃત્યુ પછીના કોઈના ઘરનો વિલાપ છું!

મારા ઉપર છે કાલના વરસાદનો મદાર.

વાદળ નથી વૈશાખનો હું ધોમ તાપ છું!

આંતર-નયનમાં લીન થા, તો પામ તું મને.

ખુલ્લી નજરમાં તો ફક્ત હું મંત્રજાપ છું!

ધારું છતાં પણ કોઈને આપી શકું નહીં;

છું શ્રાપ હડહડતો કિન્તુ શ્રાપિત શાપ છું!

સ્રોત

  • પુસ્તક : એક આંખમાં સન્નાટો
  • સર્જક : વંચિત કુકમાવાલા
  • પ્રકાશક : શ્રી લક્ષ્મીકાન્ત શેઠ
  • વર્ષ : 1997