રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવાત વર્ષોની જર્જર પુરાણી હતી એક રાજા હતો એક રાણી હતી
સાવ ઈતિહાસથી યે અજાણી હતી એક રાજા હતો એક રાણી હતી
મેં અમસ્થી લખેલી કથાનાં સહુ પાત્ર સાચાં મળે છે તો હું શું કરું?
કોના હોવાની ઘટના કહાણી હતી? એક રાજા હતો એક રાણી હતી
એક અવસ્થા હતી, ફૂલ-કન્યા હતી, તીરની સાથે છોડેલ ચિઠ્ઠી હતી
ઊડતી એક ઘોડી પલાણી હતી, એક રાજા હતો એક રાણી હતી
કે ઝઝુમ્યું હતું કોણ છેવટ સુધી શેર માટીના સપનાંની સામે સતત
કોની વંશાવલી ધૂળધાણી હતી? એક રાજા હતો એક રાણી હતી
શાપ લાગ્યો હતો એક પળનો અને યુગ પથ્થર થઈ ને વીતાવ્યા હતા
તોય વરદાન જેવી જ વાણી હતી એક રાજા હતો એક રાણી હતી
wat warshoni jarjar purani hati ek raja hato ek rani hati
saw itihasthi ye ajani hati ek raja hato ek rani hati
mein amasthi lakheli kathanan sahu patr sachan male chhe to hun shun karun?
kona howani ghatna kahani hati? ek raja hato ek rani hati
ek awastha hati, phool kanya hati, tirni sathe chhoDel chiththi hati
uDti ek ghoDi palani hati, ek raja hato ek rani hati
ke jhajhumyun hatun kon chhewat sudhi sher matina sapnanni same satat
koni wanshawli dhuldhani hati? ek raja hato ek rani hati
shap lagyo hato ek palno ane yug paththar thai ne witawya hata
toy wardan jewi ja wani hati ek raja hato ek rani hati

સ્રોત
- પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : હર્ષદ ચંદારાણા
- પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
- વર્ષ : 1983