uthao ye tambu, uthao ye Dera - Ghazals | RekhtaGujarati

ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

uthao ye tambu, uthao ye Dera

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા
મનોહર ત્રિવેદી

નથી રાત દેખી, દેખા સબેરા:

ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

જિહાં પાંવ રુક્કે તિહાં હો બસેરા:

ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

હમેં ક્યા? અહીંસે વહીં તક ફકીરો,

ખબર છે જવાના વહીં સે નહીં તક

અરે, હમને સારી જમીં કો હી ઘેરા:

ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

કરેગા ક્યા છતછાપરે ઔર વંડી?

રમાઈ હૈ ધૂની તો કિસ કામ બંડી?

અબે યાર, લે જા, અગર સબ હૈ તેરા:

ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

કિહાં રખ્ખું બોજા? રખ્ખૂ મૈં રોજા,

મિલી આંખ બંદે અબી હાલ સો જા

જરા દેખ હમકું તો લે'રા હી લે'રા:

ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

કરે સિર્ફ માલિક હુકુમ કાફી,

રહેગી ચલમ કે રહેગી સાફી

યિહાં કોન ચાચા ભતીજા મમેરા?

ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા

સ્રોત

  • પુસ્તક : આપોઆપ (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સર્જક : મનોહર ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009