unghi gayo hoish - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊંઘી ગયો હોઈશ

unghi gayo hoish

જલન માતરી જલન માતરી
ઊંઘી ગયો હોઈશ
જલન માતરી

હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,

હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ.

નહીંતર હાથમાંથી જાય છટકી શી મજાલ એની?

હું સ્વપ્ન જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોઈશ.

લઈને મોતીઓ ત્યાંથી નીકળવાની નથી આશા,

હું તરવાનો કરી દેખાવ જ્યાં ડૂબી ગયો હોઈશ.

જગતના તત્ત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે,

સરળ વાતો હું જ્યારે ચૂથતાં શીખી ગયો હોઈશ.

પડે છે ઠોકરો પર ઠોકરો તો એમ લાગે છે,

મુકદ્દરને ગગન ઉપર જરૂર ભૂલી ગયો હોઈશ.

દુઆ ના કામ આવી ઉપરથી એમ લાગે છે,

ઈબાદતની હાલતમાં ‘જલન’ ભટકી ગયો હોઈશ.

સ્રોત

  • પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
  • વર્ષ : 1984