shun thayun chhe tun pajawti pan nathi? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શું થયું છે તું પજવતી પણ નથી?

shun thayun chhe tun pajawti pan nathi?

ચિનુ મોદી ચિનુ મોદી
શું થયું છે તું પજવતી પણ નથી?
ચિનુ મોદી

શું થયું છે તું પજવતી પણ નથી?

વ્હાલ ના કરતી, ઝઘડતી પણ નથી?

છાતી ચીરીને કર્યો છે. માર્ગ મેં

કેમ ત્યાંથી તું નીકળતી પણ નથી?

ભીંત પર એકાદ એવી છે છબી

હું ઉતારું છું, ઊતરતી પણ નથી.

તું પલાંઠી વાળીને બેસી ગઈ

હૃદયમાંથી ચસકતી પણ નથી.

કૈંક વરસોથી નથી વરસાદ, પણ

કોણ કહે છે : છત ટપકતી પણ નથી?

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012