lakhyun chhe breilman marun maran, eni udasi chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે

lakhyun chhe breilman marun maran, eni udasi chhe

મિલિન્દ ગઢવી મિલિન્દ ગઢવી
લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે
મિલિન્દ ગઢવી

લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,

ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.

સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી,

સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે.

લીલાંછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે,

પગરખાં શોધવા નીકળ્યા ચરણ, એની ઉદાસી છે.

સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,

ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.

હું જાણું છું કથા પણ તો પાછળ દોડવું પડશે,

ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.

સ્રોત

  • પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : મિલિન્દ ગઢવી
  • પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2019