lagniwash hathmanthi jaDabhrat paso paDyo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો

lagniwash hathmanthi jaDabhrat paso paDyo

ચિનુ મોદી ચિનુ મોદી
લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો
ચિનુ મોદી

લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો

બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.

હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી

ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.

આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ

પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો.

મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં

હોશમાં આવ્યો આવ્યો, ઘેનમાં પાછો પડ્યો.

રિયાસતમાં હવે ‘ઇર્શાદ’ વટ શું રાખવો?

બારી કાપી દૃશ્ય જડવાનો જ્યાં ધારો પડ્યો?

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012