hath phelawi nathi shakto - Ghazals | RekhtaGujarati

હાથ ફેલાવી નથી શકતો

hath phelawi nathi shakto

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
હાથ ફેલાવી નથી શકતો
શૂન્ય પાલનપુરી

નજરથી દૂર એવી કલ્પના લાવી નથી શકતો,

જુદું સંસારથી હું સ્વર્ગ સર્જાવી નથી શકતો!

તમારી યાદને અંતરથી વિસરાવી નથી શકતો,

ફક્ત એક પાનું પ્રેમ ઉથલાવી નથી શકતો.

કોઈ સમજે કે ના રામજે બીજી વાત છે કિંતુ,

અહીં મારા અંતરને હું સમજાવી નથી શકતો.

જીવનથી શ્રેષ્ઠ બીજું શું મળી શકશે જગતમાંહે?

કદી હું કોઈ આગળ હાથ ફેલાવી નથી શકતો.

વિચાર આવે છે મોજાંની બધી લિજ્જત મરી જાશે,

કિનારો જોઈને પણ નાવ થોભાવી નથી શકતો.

કોઈના સર્જનોનો જાળવું છું ભેદ્ર દૃષ્ટિમાં,

રહીને ભાનમાં પણ ભાનમાં આવી નથી શકતો.

તમારી યાદ શું શું કે’ર વર્તાવે છે જાણીને,

તમારું નામ પણ હોઠો સુધી લાવી નથી શકતો.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – ‘શૂન્ય’ પાલનપુરીનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982