tyan awun - Ghazals | RekhtaGujarati

ત્યાં આવું

tyan awun

ભરત વિંઝુડા ભરત વિંઝુડા
ત્યાં આવું
ભરત વિંઝુડા

સાદ પાડી તને હું બોલાવું,

એટલી ક્યાંથી દૂરતા લાવું.

બેઉનું એક હોય સરનામું,

તું અહીં આવ કે હું ત્યાં આવું.

હથેળી ઉપરથી વાંચી દે,

કઈ દિશામાં હું હાથ લંબાવું.

એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ,

માર્ગમાં એને કેમ અટકાવું.

તારી સમજણની હદમાં ઊભો છું,

હું તને શું નવીન સમજાવું.

સ્રોત

  • પુસ્તક : ભરતકામ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સર્જક : ભરત વિંઝુડા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2020