રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો નહીં!
ના આંસુથી, ના ઝુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી,
દિલ જે ઊઠ્યું રોકાય ના, એ વાત છોડી કેદની,
સૌ ખુશ રહો જેમાં ખુશી, હું જ્યાં ખુશી તે હું કરું;
“શું એ હતું? શું આ થયું?” એ પૂછશે કોઈ નહીં.
કૈં છે ખુશી, કૈં છે નહીં, દિલ જાણતું જે છે તે છે!
જ્યાં જ્યાં ઠરી દિલની ખુશી, ત્યાં ત્યાં ખુશી દિલ છે નકી.
પેદા કર્યો તો ઈશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું,
એ ભૂંસવા જો છે ખુશી તો પૂછવું એ કૈં નથી.
છે ઈશ્ક જોયો ખૂબ તો જોવું હવે જે ના દીઠું,
કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા સહી.
આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહીં.
મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવાડજો!
હું જ્યાં દટાઉં ત્યાં ફૂલોને વેરશો કોઈ નહીં.
છે શું ફૂલો, શું ઈશ્કને શું સૌ તમે જાનારને?
આ માછલું દરિયાતણું તે ઊર્મિઓ ગણતું નહીં!
મુજ ઊર્મિ એ તમ વારિધિ, તમ વારિધિ મુજ ઊર્મિ છે;
જે હિકમતે આ જે બન્યું તે જાણશે કોઈ નહી.
શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી;
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં.
hun jaun chhun! hun jaun chhun! tyan awsho koi nahin!
so so diwalo bandhtan tyan phawsho nahin!
na ansuthi, na jhulmthi, na waslthi, na bandhthi,
dil je uthyun rokay na, e wat chhoDi kedni,
sau khush raho jeman khushi, hun jyan khushi te hun karun;
“shun e hatun? shun aa thayun?” e puchhshe koi nahin
kain chhe khushi, kain chhe nahin, dil janatun je chhe te chhe!
jyan jyan thari dilni khushi, tyan tyan khushi dil chhe nki
peda karyo to ishk tyan na koine puchhyun hatun,
e bhunswa jo chhe khushi to puchhawun e kain nathi
chhe ishk joyo khoob to jowun hwe je na dithun,
kismat batawe khel te anandthi jowa sahi
a chashm burje chhe chaDyun aalam badhi nihalwa,
te chashm par pato tame winti hwe shaksho nahin
mari kabar bandhi ahin tyan koine suwaDjo!
hun jyan dataun tyan phulone wersho koi nahin
chhe shun phulo, shun ishkne shun sau tame janarne?
a machhalun dariyatanun te urmio ganatun nahin!
muj urmi e tam waridhi, tam waridhi muj urmi chhe;
je hikamte aa je banyun te janshe koi nahi
shun puchhwun? shun bolwun? khush chho ane rahejo khushi;
wyarth aansu khersho to luchhshe koi nahin

સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1942