phakt jagi ja tyag rahewa de - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફક્ત જાગી જા ત્યાગ રહેવા દે

phakt jagi ja tyag rahewa de

ગૌરાંગ ઠાકર ગૌરાંગ ઠાકર
ફક્ત જાગી જા ત્યાગ રહેવા દે
ગૌરાંગ ઠાકર

ફક્ત જાગી જા ત્યાગ રહેવા દે,

તુ બધે તારો ભાગ રહેવા દે.

જાય છે તો બધું લઈ જા, પણ

સ્મરણનો વિભાગ રહેવા દે.

ઢાંક ચહેરો ક્યાં તો બુઝાવ દીવો,

એક સ્થળે બે ચિરાગ રહેવા દે.

કોઈ વંટોળને કહી દો કે,

ફૂલ ઉપર પરાગ રહેવા દે.

તું હૃદયથી કામ લઈ લે બસ,

ચાહવામાં દિમાગ રહેવા દે.

આગ હૈયામાં લાગી હો તો લખ,

માત્ર લખવાની આગ રહેવા દે.

સ્રોત

  • પુસ્તક : ગઝલ ગરિમા ૨૦૧૧ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : પંકજ શાહ
  • પ્રકાશક : 'હલક' ફાઉન્ડેશન
  • વર્ષ : 2013